" અથાક પરિશ્રમ થી મળેલી અઢળક આવક, લાંબો સમય નથી ટકતી, પણ પુરતી મહેનત થી મળેલી પ્રમાણસર આવક, જીવન ટકાવી રાખતી. "

      સારસ્વત મિત્રો,

      જણાવતા આનંદ અનુભવું છુ કે વર્તમાન યુગ આઈ.ટી. નો યુગ છે અને ઝડપ એ આજ ની જરૂરિયાત છે ત્યારે આપણે એકદમ સંપર્ક માં રહેવાના માધ્યમ માં એક માધ્યમ એટલે વેબસાઇટ. તુરંત માહિતી દરેક પાસે પોહ્ચે એ આશય સાથે દરેક જીલ્લાની અને કર્મચારી મિત્રો ની પ્રગતિ અને ન્યુઝ બધાને મળે એ આશય થી આજે આપણા મહામંડળની વેબસાઈટ લોંચ કરીએ છીએ જેનો મહતમ ઉપયોગ આપણે કરીએ. હવે સતત આ સંપર્ક થી મળતા રહીશું.

      સાથે આ માધ્યમથી સંપર્ક માટે અપણા મહામંડળ ના ઉપપ્રમુખ કિશોરભાઈ ડાંગર એ લીધેલ મહેનત ને કેમ ભુલાય ? બસ એજ અપનો,

અજીતસિંહ સુરમા
પ્રમુખ શ્રી
ગુજરાત રાજય મા. અને ઉ.મા. શાળા
વહીવટી કર્મચારી સંઘ મહામંડળ.

     સહપંથી મિત્રો,

      બિન સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વહીવટએ સામાન્ય વાત રહી નથી. એક જગ્યા એ વાચ્યું હતું કે સવાર પડે ને નવો પરિપત્ર મળે એટલે ઇન ફ્લો ચાલુ જ રહે છે. અને એક વિશાળ વહીવટી પ્રક્રિયા ખડી થતી જાય છે. તેમાથી માર્ગ કાઢવો થોડો કઠીન લગે જ, અનુભવના આધારે વહીવટ કરનારાઓએ વહીવટના સેકડો પુસ્તકો અને કાયદાના ગ્રંથોથી પોતાના કબાટ સમૃધ કાર્ય જ હોય છે. પરંતુ દરેક વખતે દરિયામાં ભટક્યા જ કરવું? ત્યારે વિચાર આવે એક નાનકડી દીવાદાંડીનો અને દીવાદાંડીનો સંકેત જ સાગર પાર કરાવે.

     આ આશયથી આજે અપણી વેબસાઈટ લોંચ કરી છે. જેમાં આપના સહકાર અને હુંફ ની જરૂર પડશે.

પ્રશાંત અધ્વર્યુ.
મહામંત્રી.
ગુજરાત રાજય મા. અને ઉ.મા. શાળા
વહીવટી કર્મચારી સંઘ મહામંડળ.રાજ્ય સંઘ
પ્રમુખ

અજીતસિંહ સુરમા


અધ્યક્ષ

પ્રશાંતભાઈ અધ્વર્યુ


બોર્ડ મેમ્બર ગુ. મા. શી.
બોર્ડ - ગાંધીનગર

પરસોતમભાઈ સોનારા


બોર્ડ મેમ્બર ગુ. મા. શી.
બોર્ડ - ગાંધીનગર

મુકેશભાઈ રાવલ


મહામંત્રી

કિશોરભાઈ ડાંગર

Latest Gallery